બોરસદ તાલુકાના દહેવાણ પાસે શાળામાં તસ્કરો ત્રાટક્યા: ફીના રૂપિયા 83 હજારની તસ્કરી

બોરસદ તાલુકાના દહેવાણ ગામની એચજીએન સરસ્વતી વિદ્યાલયમાં રાત્રીના અરસામાં ત્રાટકેલા તસ્કરોએ ક્લાર્કની ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તોડી લોકરમાંથી વિદ્યાર્થીઓની ફીના ૮૩,૭૩૦ની રોકડ રકમની તસ્કરી કરીને પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. જે રીતે તસ્કરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તે જોતાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાતી નથી. તસ્કરીની મળતી વિગતો મુજબ દહેવાણ ગામે એચજીએન સરસ્વતી વિદ્યાલય આવેલી છે. જેમાં વર્ગ શિક્ષક મારફતે વિદ્યાર્થીઓની ફીના આવેલા રોકડા ૮૩,૭૩૦ની રકમ ક્લાર્કની ઓફિસમાં આવેલી તિજોરીના લોકરમાં મૂક્યા હતા. દરમિયાન રાત્રીના અરસામાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરો ફેરવી નાંખ્યો હતો. ત્યારબાદ લોખંડની તિજોરી તોડીને લોકરમાંથી ૮૩,૭૩૦ની રકમ તસ્કરી કરી લીધી હતી. સવારના અરસામાં પટ્ટાવાળો સ્કૂલે આવ્યો ત્યારે તેને તસ્કરી થયાની જાણ થતાં જ આચાર્ય રણછોડભાઈ લાખાભાઈ ભરવાડને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *