બામણવાડ પાટિયા નજીકથી 86,000નો દારૂ પકડાયો

એલસીબીએ મોડાસા તાલુકાનાં બામણવાડ પાટિયા નજીક નાકાબંધી કરી વાહનચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન કારનો ચાલક પોલીસને જોઈને કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તલાશી લેતાં કારમાંથી રૂ.86,900નો મુદામાલ જપ્ત કરી કારચાલક સામે ગુનો નોંધી ફરાર કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બામણવાડ પાટિયા નજીક પોલીસે નાકાબંધી કરી વાહનચેકિંગ દરમિયાન સામેથી આવતી કાર નંબર જીજે 01 આરએક્સ 4921નો ચાલક શંકાસ્પદ હાલતમાં કાર મુકીને ફરાર થઈ હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 169 મળી આવી હતી. પોલીસે રૂ.89,900નો મુદામાલ જપ્ત કરી ફરાર થયેલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *