કનેસરા ગામે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડતી પોલીસ

કનેસરા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર (ક્વોલીટી) કેશ શોધી કાઢતી ભાડલા પોલીસ. પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.જાડેજા સાહેબ ગોંડલ વિભાગ તથા CPI શ્રી વી.આર.વાણીયા સાહેબ, જસદણ વિભાગનાઓ તરફથી દારૂ અને જુગારના કેસો શોધી આવી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના મળેલ હોય. જે અંગે ભાડલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.એચ જોષી સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે કનેસરા ગામમાં રણછોડભાઇ સુરાભાઇ હાંડા રહે.કનેસરા વાળાના મકાન નજીક તલાવડી વિસ્તારમાં પો. હેડ.કોન્સ. મામૈયાભાઇ શામાળા તથા પો.કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા તથા મહાવીરભાઇ બોરીચા તથા વિજયભાઇ રોજાસરાની સાથે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા રણછોડભાઇ સુરાભાઇ હાંડા, પ્રકાશભાઇ સોમાભાઇ હાંડા, કેશુભાઇ નરશીભાઇ ચૌહાણ, મનસુખભાઇ સુરાભાઇ હાંડા, રાયાભાઇ ઉર્ફે મયુરભાઇ ગોરધનભાઇ હાંડા, રણછોડભાઇ ઉર્ફે રસીકભાઇ ઉકાભાઇ બાવળીયા, વિરજીભાઇ પોપટભાઇ સાકરીયા, ભરતભાઇ કેસાભાઇ માણકોલીયાને જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા ગંજીપાના નંગ-૫૨ તથા કુલ રોકડ રૂ.૧૯,૭૬૦ સાથે મળી આવતા જુગારધારા કલમ અનુસાર ધોરણસર ધરપકડ કરી ભાડલા પોલીસ સ્ટેશન ગુન્હો રજી કરાવેલ છે. સદરહું કામગીરીમાં ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એન.એચ.જોષી સાહેબ તથા પો.હેડકોન્સ. મામૈયાભાઇ શામાળા તથા પો.કોન્સ. અરવિદભાઇ ઝાપડીયા તથા મહાવીરભાઇ બોરીચા તથા વિજયભાઇ રોજાસરા નાઓ સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *