Skip to content
જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તેમજ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અન્વયે પ્રોહિબિશન, જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદરના પીઆઇ કે.કે. ઝાલા સહિતે વિસાવદરના ચાંપરડા ગામે જાહેરમાં જુગાર અંગે રેડ પાડી હતી. રેડ દરમિયાન પ્રકાશભાઇ દવે, ભીખુભાઇ દુધાત, વજુભાઇ હિરપરા, રાતીભાઇ ચારોળીયા, સગુણભાઇ રાખોલીયા, ભાવેશભાઇ પાધડા, માથુરભાઇ રાખોલીયા, હરેશભાઇ વાણીયા અને વજુભાઇ પટોળીયાને જાહેરમાં જુગાર રમતા પકડી લીધા હતા. રેડ દરમિયાન જુગાર સ્થળ પરથી રોકડ રૂ.35,140, મોટર સાઇકલ નંગ-6 કિંમત રૂ.90,000 મળી કુલ રૂ.1,25,140નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે બધા શંકુનીઓ સામે એએસઆઇ આર.બી. દેવમુરારીએ ફરિયાદ લખાવતા કાર્યવાહી પીઆઇ કે.કે.ઝાલા ચલાવી રહ્યાં છે.