નખત્રાણા તાલુકાના અમારા ખાતે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતુ કે, અમારામાં જુગાર રમતા કુલદીપદાન હર્ષદદાન ગઢવી (મોટી ધામાય), મામદ ઓસમાણ કુંભાર (માતાનામઢ), ઇબ્રાહીમ ઉંમર જાગોર (કોટડા),જાકબ આમદ નોડે (વિગોડી) ઝડપાઇ ગયા હતા. જ્યારે દિનેશ કુવટ (ટોડીયા), મુસા દાઉદ પીંજારા (ટોડીયા), ઇસ્માઇલ જાફર પિંજારા(ત્રણેય ટોડીયા), જાસીન મામદ ચાકી (વિગોડી) તથા હીરા વાલજી દાફડા (કાદીયા) ભાગી ગયા હતા. જુગારીઓના કબ્જામાંથી રોકડા રૂ.5,450 તથા છ બાઇક સહિત કુલ રૂ.65,450નો મુદામાદ કબ્જે કરાયો હતો.