સી.આર.સી ખારોઈ મુકામે સી.આર.સી ખારોઈ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા. 28/11/2025 ને શુક્રવારના સી.આર.સી ખારોઈ મુકામે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન હેઠળ સી.આર.સી ખારોઈ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. કાર્યક્રમમાં ખારોઈ ગ્રુપની ધોરણ 6 થી 8 ધરાવતી કુલ ન9 (નવ) શાળાઓએ ભાગ લીધો હતો. કલા ઉત્સવના મુખ્ય વિષય તરીકે ” વિકસિત ગુજરાત 2017 ” રાખેલ હતું જે અનુસંધાને ચિત્ર, બાળ કવિ, ગાયન, વાદનની વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ભાગ લીધો હતો. પેટા શાળામાંથી આવેલ બાળકો સાથે માર્ગદર્શક શિક્ષકોએ પણ હાજર રહીને કાર્યક્રમમાં વિવિધ કામગીરીઓ નિભાવી હતી. ત્યાર બાદ સી.આર.સી.કો. ઓ.શ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબ દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને કલા ઉત્તમ બાબતે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ નિર્ણાયકશ્રી દ્વારા સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપીને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજિત થયો હતો. કાર્યક્રમમાં પધારેલ મહેમાનો અને શિક્ષકોમાં કુલદીપસિંહ જાડેજા (સી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી ખારોઈ), ધર્મેન્દ્રભાઈ પટેલ ખારોઈ, મોહનભાઈ મેરીયા, અનિલકુમાર રાઠોડ, મનીષભાઈ પ્રજાપતિ, દીપકભાઈ રાઠોડ, કમલેશભાઈ, અસ્મિતાબા, દિપકભાઈ, મેહુલભાઈ, રામજીભાઈ, કેતનભાઈ વગેરે શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખુબ સુંદર રીતે પૂર્ણ થયો હતો.