Skip to content
અમરેલી, રાજુલા, : ગુજરાત રાજયમાં નાસતા ફરતા ઇસમોને પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં તથા બહારનાં જીલ્લાઓના તેમજ બહારના રાજયના નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ અને બહારના જીલ્લાના તથા રાજયના નાસતા ફરતા ઇસમો પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવેલ હોય. જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેર્બેં નાસતા ફરતા ઈસમ પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે એક ટીમ રાજય બહાર ઉતરપ્રદેશ, હરીયાણા તથા દિલ્હી રાજયોમાં નાસતા ફરતા ઇસમો પકડવા માટે અમરેલી જીલ્લાની ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર એસ.આર.શર્મા તથા અના.હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અના હેડ કોન્સ. મહેશકુમાર મહેરા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. કમલેશભાઇ સોલંકી તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગોહિલ તથા પો.કોન્સ. આશિકભાઇ મકવાણાની ટીમ બનાવી ભાવનગર રેન્જના નાસતા ફરતા ઇસમો પકડવા સારૂ રાજય બહાર દિલ્હી, હરીયાણા, ઉત્તરપ્રદેશ રાજયો ખાતે ગયેલ અને ઉતરપ્રદેશ રાજયના બસ્તી જીલ્લાના દુબૌલીયા પોલીસ સ્ટેશનના લારા ગાર્મં ખાતેથી છેલ્લાં પાંચેક વર્ષ થી ભાવનગર જીલ્લાના અલંગ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૭/૧૫ IPC કલમ, વિ. તથા અલંગ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૪/૧૪ IPC કલમ તથા દાઠા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૧/૧૫ IPC મુજબના ચોરીઓના ગુન્હાઓમાં નાસતો ફરતો વોન્ટેડ ઈસમ મુન્નાભાઇ યાકુબભાઇ અંસારી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.ગામ-લારા પોસ્ટ-બેગરાલ દુબૌલીયા પોલીસ સ્ટેશન જી.બસ્તી (ઉત્ત્।રપ્રદેશ)વાળાને ઝડપી પાડેલ આગળની તજવીજ કરવા ભાવનગર જીલ્લા પોલીસને સોંપવા કાર્યવાહી કરેલ છે.