Skip to content
મોરબીના લીલાપર કેનાલ રસ્તા પર આવેલ સાધના હાઈટર્સ એપાર્ટમેન્ટમાં નીચે પાર્ક કરેલ સ્કોપિયો કાર કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લખાવાઈ છે. મોરબીના લીલાપર-કેનાલ રસ્તા પર આવેલ સાધના હાઈટર્સમાં રહેતા રાજેશભાઈ કાનજીભાઈ દેત્રોજા (ઉ૪૨) વાળાની સ્કોપિયો કાર જીજે ૦૩ બીએ ૮૫૭૧ વાળી કીમત રૂ.૨,૦૦,૦૦૦ રાત્રીના અરસામાં એપાર્ટમેન્ટના નીચે પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ રાજેશભાઈ દેત્રોજાએ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લખાવી છે.