માંડવી તાલુકાનાં મસ્કા ગામે યુવાનની ગોળી ઘરબીને કરાઇ હત્યા, પશ્ચિમ કચ્છમાં એક સપ્તાહમાં ગોળી બારની બીજી ઘટના, પોલીસની ધાક ઓસરી,

માંડવી તાલુકાનાં મસ્કા ગામે આશાપુરા સર્વિસ સ્ટેશનમાં પોતાની ગાડીની સર્વિસ કરાવવા આવેલા આશિષ જોશી નામના 30 વર્ષીય યુવાન ખાટલા પર લાંબા થઈને સૂતા હતા. ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જુની અદાવત ઘાતકી હત્યા કરી છે. મસ્કા ગામમાં લક્ષ્મીનારાયાણ મંદિર પાસે રહેતા આશિષ ચંદ્રકાંત જોશી ગત સાંજના અરસામાં પોતાની ગાડી સર્વિસ કરાવવા આવ્યો હતો અને પહેલેથી જ રેકી કરીને બાતમીના આધારે અજાણ્યા બંને શખ્સો ઘટનાસ્થળે આવ્યા હતા. એક બાઇક પર બે સવાર પૈકી પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે પોતાની પિસ્તોલથી ખાટલા પાસે આવીને ડાબી બાજુની છાતીમાં નજીકથી ગોળી મારતા ઇજા પામનાર નાસવા જતાં પાછળના વાંસામાં ગોળી ધરબીને બંને શખ્સે ઘાતકી હત્યા કરી નાસી ગયા હતા. મૃતકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. સમગ્ર ઘટનાના નાના મસ્કા ગામમાં મોટી ઘટના બનતા ઘટના સ્થળે તાત્કાલિક ડીવાયએસપી પંચાલ, એલસીબી અને માંડવી પી.આઈ. મહેતા, પીએસઆઈ ઝાલા સહિતનો સ્ટાફ કાફલો દોડી આવીને હત્યાનો ભેદ ઉકેલવા તપાસમાં લાગી ગયો હતો. ભુજમાં તારીખ 9 જૂનના થયેલી ગોળીબારની ઘટનાની હજુ સાહી સુકાઈ નથી.  ત્યાં મસકમાં બનેલા આ ખૂનના બનાવથી કચ્છમાં કૌયાદની ફકક્ડ કેટલી મજબૂત છે તે બાબતે શંકા કરવા લોકો મજબૂર થયા છે. પશ્ચિમ કચ્છ પોલીસની નવળી કામગીરીથી અસામાજીક પ્રવૃતિ કરતાં તત્વોને ખુલ્લો દોર મળી રહેતા કચ્છમાં છેલ્લા એકાદ બારશમાઠી ફાયરિંગના પશ્ચિમ કચ્છ ત્રણ અને પૂર્વમાં એક એમ ચાર ચાર જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બની છે. તો છરીથી હુમલાના બનાવો તો પ્રતિદિન બની ગયા છે. જેથી પોલીસની નબળી કામગીરીને લીધે કાયદા વ્યવસ્થા પર પ્રજાનો વિશ્વાસ ઓસરી રહ્યો છે. મસ્કામાં હત્યા કરીને બંને હત્યારા બજાજ પ્લસરથી પૂરઝડપે પીપરી-બાગ વચ્ચેના ટર્ન પર જતાં બાઇક ખાડામાં ગબલી     
પડતાં, મજૂર લોકો તેમણે બચાવવા સ્કૂટી ઉભી રાખતા બંને હત્યારાઓ બચાવનારની સ્કૂટી લઈને નાસી ગયા હતા. આશિષની હત્યા બાદ તેમના મોટાભાઇએ ડીવાયએસપી પંચાલને પ્રાથમિલ નિવેદનમાં જણાવ્યુ હતું કે, મસ્કા સીમમાં સરકારી જમીન પર ફે ન્સીંગ કરવા બાબતે રાજકીય વ્યક્તિઑ સામે આશીષનો તાજેતરના સમયમાં બોલાચાલી થઈ હોવાનું જેમાં શકદાર તરીકે નામ આપ્યા હતા, પોલીસે તે અંગે વધુ  તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *