ભચાઉ તાલુકાના આધોઈ ગામ પાસે એક કારમાંથી પોલીસે ૭૧ હજારનો દારૂ પકડી પાડયો હતો. દરોડા દરમ્યાન ઈસમ નાસી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આધોઈ લખપત રસ્તા પર આવેલ પાપડી નજીકથી પોલીસે અલ્ટો નંબર જીજે ૧ર એકે ૯૬૬૦ને ઝડપી પાડી હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલો નગ ર૦૪ કિંમત રૂ.૭૧,૪૦૦ નો જથ્થો મળી આવતા ૧.પ૦ લાખની કાર સહિત ર,ર૧,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલા ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કામગીરીમાં સામખિયાળીના પીએસઆઈ આર.એમ. ઝાલા તથા સ્ટાફના સુભાષચન્દ્ર રાજગોર, મહેશગીરી ગોસ્વામી, કેતનભાઈ પ્રજાપતિ, જયકિશનસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.