Skip to content
ગાંધીધામ : શહેરના ગુરૂકુળ વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી કોઈ તસ્કરો ૧.૭૩ લાખના દરદાગીના તસ્કરી ગયા હતા. તો ભચાઉ તાલુકાના લખપત નજીક રેલ્વેના સ્ટોરમાંથી ર.૪૦ લાખનો કેબલ ચોરાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્લોટ નંબર ૭૮ વોર્ડ ૭-સી ટુપ્લેકસ નંબર ર ગુરૂકુળ વિસ્તારમાં તસ્કરીનો બનાવ ગત રાત્રીના અરસામાં બનાવા પામ્યો હતો. કોઈ તસ્કરો શખ્સો મકાનના ઉપરના રૂમના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી દાદરા વાટે નીચેના રૂમમાં ઉતરી રોકડા રૂ.૮૮, ૧ર૦ તથા સોનાચાંદીના દાગીના કિંમત રૂ. ૮પ હજાર મળી ૧, ૭૩, ૧ર૦ની માલમતા તસ્કરી કરી ગયા હતા. ઘરમાં સુતેલા હરિસિંહ રાજકિશોરસિંહ જાડેજાને સવારના અરસામાં તસ્કરીની ખબર પડતા એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જી.કે. વહુનિયાએ કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ મ્યાત્રાએ જણાવ્યું હતું. બીજી તરફ ભચાઉ તાલુકાના લખપત નજીક આવેલ રેલ્વેના સ્ટોર બહાર સિકયુરીટી જવાનો ચોકી કરવા અને જોકુ આવી ગયેલ કોઈ તસ્કરો સ્ટોર રૂમમાંથી ર.૪૦ લાખનો કેબલ વાયર તસ્કરી જતા ગાંધીધામ રેલ્વે પોલીસે સિનીયર ઈજનેર ઈમરનાથ ગિરીરાજ પ્રસાદ ગુર્જરની ફરિયાદ પરથી ગુનો નોધી હેડ કોન્સ વસંતકુમાર વણસોરાએ કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં કિડાણા ગામની સીમમાં આવેલ વર્કશોપમાંથી તસ્કરો લોખંડના પાટા વજન ૬પ૦ કિલોગ્રામ કિંમત રૂ.૧૮,૦ર૦ ની તસ્કરી કરી જતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસે શંભુ ભચા જરૂની ફરિયાદ પરથી ગુનો નોધી એએસઓ કિર્તીભાઈ ગેડીયાએ કાર્યવાહી હાથ ધરી હતી.