ચોપડવા ઓવરબ્રિજ નીચે ટ્રેનની હડફેટે 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ચોપડવા ઓવરબ્રિજ નીચે ટ્રેનમાં આવી જતાં 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોપડવા ઓવરબ્રિજ નીચે રેલવે ફાટક નજીક ગઇકાલે રાત્રે બનાવ બન્યો હતો. અહીં પાટા પરથી પસાર થતી કોઇ ટ્રેનની હડફેટે ચડતા અજાણ્યા યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર પ્રકારની ઇજાઓના પગલે યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.