વલસાડના માછીમારએ દરિયામાં ગરક થઈ જતાં જીવ ગુમાવ્યો
copy image

વર્તુળોમાંથી માહિતી મળી રહી છે જે અનુસાર વલસાડનો માછીમાર દરિયામાં ગરક થઈ ગયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે વધુ વિગતો મુજબ મૂળ વલસાડ અને હાલે અબડાસાના જખૌ બંદર ખાતે રહેનાર 38 વર્ષીય સુરેશસિંહ પ્રતાપસિંહ સૂર્યવંશી નામના યુવાન સાથે આ ગોઝારો બનાવ બન્યો હતો. હતભાગી ગત તા. 4/12ના રાતના સમયે આર્ચિયન કંપનીની બાજુમાં જખૌ દરિયામાં જશબ નામની બોટમાં ડાબી બાજુના છેડે જમવા બેઠો હતો, તે દરમ્યાન આકસ્મિક રીતે દરિયામાં પડી જતાં તે ઊંડાં પાણીમાં ગરક થઈ જવાના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.