નરાનો યુવાન કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યો
copy image

નરાના યુવાને કેરના ઝાડમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે માહીતી મળી રહી છે જે મુજબ નરા ગામ રહેનાર 22 વર્ષીય હતભાગી એવા પ્રવીણ ઉર્ફે મનીષ રામજી મહેશ્વરીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન સાંજના અરસામાં ગામની દક્ષિણ સીમ વિસ્તારમાં કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવેલ હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.