નખત્રાણા તાલુકાનાં આમારા ખાતે ગુરુવારે જાહેરમાં ધણીપાસનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યુ હતુ કે, આમારામા જુગાર રમતા કુલદીપદાન હર્ષદદાન ગઢવી (મોટી ધામાય), મામદ ઓસામણ કુંભાર (માતાનામઢ),ઇબ્રાહિમ ઉંમર જાગોર (કોટડા),જાકબ આમદ નોડે (વિગોડી)ઝડપાઇ ગયા હતા. જ્યારે દિનેશ કુવટ (ટોડીયા), મુસા દાઉદ પીંજારા (ટોડીયા),ઈસ્માઈલ જાફર પીંજારા (ત્રણે ટોડીયા), જાસીન મામદ ચાકી (વિગોડી) તથા હીરા વાલજી દાફડા (કાદીયા) ભાગી ગયા હતા. જુગારીઓના કબ્જામાંથી રોકડા રૂ.5450 તથા છ બાઇક સહિત કુલ રૂ. 65450નો મુદામાલ કબ્જે કરાયો હતો.