ઠાસરા તાલુકાનાં ડાભીપુરાની સીમમાં પોલીસે રેડ પાડી 69 હજારનો વિદેશી શરાબનો જથ્થો પકડ્યો

ઠાસરા તાલુકાનાં ડાભીપુરાની સીમમાં આવેલા એક ખેતરમાં પોલીસે રેડ પાડી 69 હજારનો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડીને ફરાર થઈ ગયેલા બે બુટલેગરો વિરુધ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને બંનેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે  મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાનાં આગરવામાં રહેતા વિષ્ણુભાઈ ચમનભાઈ જાદવ અને નેસ ગામમાં રહેતા દિલીપભાઇ ઉર્ફે ભરતભાઇ ઉર્ફે ચપો શનાભાઈ પરમાર આ બંને બુટલેગરો ભાગીદારીમાં શરાબ મંગાવી નેસ-હરખોલ રોડ પર આવેલા ડાભીપુરા સિમ વિસ્તારમાં બાજરીના પાકવાળા ખેતરમાં આ શરાબ છુપાવી રાખી ત્યાંથી જ છૂટક વેચાણ કરતાં હોવાની માહિતી ડાકોર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે રેડ પાડી ખેતરમાં ચેકિંગ હાથ ધરતા વિદેશી શરાબની 138 નંગ બોટલો કિંમત રૂ. 69,000ની મળી આવી હતી. પોલીસે શરબના જથ્થાનો કબજો લઈ શરાબ છુપાવનાર વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ (આગરવા) અને દિલીપભાઇ ઉર્ફે, ભરતભાઇ ઉર્ફે ચપો શનાભાઈ પરમાર (નેસ) વિરુધ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *