આધાર પુરાવા વગરની સિમેન્ટની 94 થેલી સાથે શિરાચાના શખ્સની ધરપકડ
copy image

આધાર પુરાવા વગરની સિમેન્ટની 94 થેલી સાથે શિરાચાના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શિરાચાથી દેશલપર તરફ જતા રોડ પર આવેલી મોમાઇ હોટેલથી આગળ જયદીપ એન્ટરપ્રાઇઝ નજીક આવેલ ઓરડીમાં રાયસંગજી લધુભા ચૌહાણ નામના ઈશમે ગેરકાયદે આધાર-પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપીને આધાર વિનાની લૂઝ સિમેન્ટની 94 થેલી કિં. રૂા. 23,500 સાથે રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.