ભુજ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમેમીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

 ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજના રેડક્રોસ ભવન ખાતે
પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના
દિશાનિર્દર્શનમાં રાજ્યભરમાં પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના
ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ભુજ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈને
હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.
        આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી
આપવામાં આવ્યા હતાં. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકારશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ અને માહિતી
વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ લાભ લીધો હતો. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ
મોટો હોય આજરોજ તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીધામ રેડક્રોસ ભવન, ગાયત્રી મંદિર રોડ ખાતે
પણ સવારે ૯.૦૦ કલાકથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ
કેમ્પમાં મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓને ભાગ લેવા માટે નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ અને રેડક્રોસ
સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો  છે. 
                આજરોજ ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલનો વિશેષ
સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ટ્રેઝરરશ્રી સંજયભાઈ ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરીશ્રી
મિરા સાવલીયા, સીનિયર સબ એડિટરશ્રી ગૌતમ પરમાર, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી
એસ.આઈ.કેવલ, તબીબ ટીમમાં સર્વેશ્રી જયંતિભાઇ, હર્ષિલભાઇ, જીતુભાઈ સુખડીયા, ઈસીજી
ટેક્નિશીયનશ્રી સુરેશ ચાવડા સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ,

કેમેરામેન, વીડિયોગ્રાફરશ્રીઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ
જોડાયો હતો.