રાપરના પીરધાર વિસ્તારમાં જાહેરમાં પતા રમતા 7 ઈસમોની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂ.11,600 કબ્જે કર્યા હતા. રાપર પોલીસે કરેલી કમગીરીમાં ઝડપાયેલા ઈસમોમાં શૈલેશ મોહન ઠાકોર, મનસુખ ભચું રાઠોડ, ઇકબાલ હાજી હજામ, કાનજી ભચું રાઠોડ, રાયમલ ગણેશ વાઘેલા, અહેમદશા ઉર્ફે નંઢડો મિસરીશા શેખ અને અબ્દુલ ચૌહાણ નામના ઇસમોનો સમાવેશ થાય છે. પીરધાર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા આ ઇસમો પાસેથી રોકડ રૂ.11,600 તથા પાંચ મોબાઈલ એમ કુલ રૂ.16,100 નો મુદામાલ જપ્ત કરાયો હતો.