રાપર તાલુકાનાં કિડિયાનગરના દરબારવાદમાં એલસીબીએ પાડેલી રેડમાં રૂ.24,960 ની કિંમતનો ભારતીય બાનવટના અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પણ શખ્સ રેડ દરમ્યાન ફરાર રહ્યો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને કિડિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ દસુભા વાઘેલાએ કિડિયાનગર તળાવ પાસેની બાવળની ઝાડીમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. જ્યાંથી રૂ.24,960 ની કિંમતના ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 750 એમએલની 48 બોટલ મળી આવી હતી. પરંતુ ઈસમ રેડ દરમ્યાન હાજર મળ્યો ન હતો. પોલીસે નાસી ગયેલા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધણી કર્યો છે.