ભુજમાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

ભુજના સરપટનાકા બહાર જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને માધાપરના ઇસમને 2,810 ની રોકડ સાથે ઝડપી લીધો હતો. સરપટનાકા બહાર મોલુવાડી મસ્જીદ નજીક જાહેરમાં મિલન બજારના વરલી મટકાનો આંક ફર્કનો જુગાર રમાડી રહેલા વિજયનગર રામગર ગોસ્વામીને બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે 2,810 ની રોકડ સાથે પકડી પાડ્યો હતો. ઈસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *