ગોધરામાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

ગોધરા મેશન નદીના કિનારે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસ દરોડો પાડી કુલ રૂ.70,590 ના મુદામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસના દરોડા દરમ્યાન બે શખ્સો નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. ગોધરા મેસરી નદીના કિનારે ગેની પ્લોટ નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હોવાની બાતમી શહેર બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે બાતમી મુજબની જ્ગ્યા પર પોલીસે દરોડો પાડતા બાવળીયાની ઝાડીઓમાં જુગાર રમતા મોહમદ સફી અબ્દુલ સલામ બદામ તથા ઇબ્રાહીમ મોહમદ હનીફ ઉમરજી ઉર્ફે મખ્ખી પોતાના પટનો હારજીતનો જુગાર રમી રમાડી છે. જે બાતમીના આધારે દરોડો કરી કુલ રોકડ રૂ.30,590 તથા એક જ્યુપીટર મોટરસાયકલ મળી રૂ.70,590 સાથે સિદિક અબ્દુલ મજીક કલંદર, નિશાર સુલેમાન મીઠા, નિમેશ લીલારમ ઠાકવાણી, મનોજ થાવરદાસ લુહાણ, મુકેશકુમાર ભુલચંદ્ર પ્રેમજાનીનાઓ પોલીસના હાથ પકડાઈ જતાં પોલીસે જુગારધારા હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે મોહમદ સફી બદામ અને ઈબ્રાહીમ મોહમદ હનીફ ઉમરજી ફરાર થઈ ગયા હતા.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *