મુંદ્રા સીમ વિસ્તારમાંથી PGVCL કંપનીના 30 હજારના કોઇલ અને વાયરની તસ્કરી થતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો

cable-chori

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ છસરા અને ગુંદાલાના સીમ વિસ્તારમાંથી PGVCL કંપનીના 30 હજારના કોઇલ અને વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે મુન્દ્રાના છસરાની સીમમાં 11/10 કે.વી.એ.ના વીજ ટ્રાન્સફોર્મરની એલ્યુમિનિયમ કોઇલ ઉપરાંત ગુંદલાના સીમમાં આવેલ વીજપોલ પરથી કુલ 600 મીટર વાયર એમ કુલ રૂા. 30,000ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈશમો ચોરી કરી ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.