પગની અસાહ્યતાથી કંટાળી માધાપરના વૃદ્ધએ જીવનનો અંત આણ્યો

copy image

copy image

copy image
copy image

પગની અસાહયતાથી કંટાળીને માધાપરના 68 વર્ષીય વૃદ્ધએ એસિડ ગટગટાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના માધાપરના નવાવાસના ચારણિયા વાસમાં રહેતા વડીલ મોહનલાલે એકાદ વર્ષ પૂર્વે પગમાં શત્રક્રિયા કરાવી હતી આથી હાલવા તથા બેસવામાં તકલીફ રહેતી હતી. હતભાગીએ આ તકલીફથી કંટાળી જઈ ગત દિવસે એસિડ ગટગટાવી જીવનનો અંતિમ માર્ગ પસંદ કરી લીધો હતો. બનાવ ની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધૂ તપાસ આદરી છે.