મોટી રાયણના વળાંક નજીક બાઈકની ટક્કર ઝાડ સાથે થતાં ચાલકે જીવ ખોયો

copy image

copy image

માંડવીના મોટી રાયણના વળાંક નજીક બાઈક ઝાડ સાથે અથડાતાં ચાલકે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં મોટી  રાયણ રહેતા શ્રમજીવી કૈલાશચંદ ચંદનસિંહના ઘરે નરસીંગ ચંદ્રવંશી નામનો શખ્સ મહેમાન તરીકે આવેલ હતો.  નરસીંગને બાઈકની જરૂર તેને આપવામાં આવેલ. જેથી હતભાગી બાઈક લઈને ગયેલ હતો. બાદમાં તે બાઈક લઈને પરત આવી રહ્યો હતો તે સમયે કોટેશ્વર ફાર્મ પાસેના વળાંક બાજુ નરસીંગે બાઈક ઝાડમાં અથડાવી દેતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.