ભુજના શો-રૂમમાં પાર્ક કરેલ કારમાંથી ટાયરની થઈ ચોરી

copy image

copy image

ભુજના એરપોર્ટ રોડ પર આવેલ શો-રૂમમાં પાર્ક કરેલ કારમાંથી ટાયર ચોરી જવાયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે  હોન્ડા શો-રૂમમાં સર્વિસ મેનેજર હિતેશભાઇ શૈલેશભાઇ ઠક્કરે આ મામલે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર વેચાણ માટે આવેલી નવી એમેઝ કાર શો-રૂમના પાર્કિંગમાં વંડામાં રાખવામા આવેલ હતી. ગત તા. 28/11ના સાંજથી તા. 29/11 દરમ્યાન કારના ચારેય ટાયર એલોય સાથે જેની કિં. રૂા. 80 હજારની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.