વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરેલ સ્લીપર બસને નડ્યો અકસ્માત : 3ના મોત 28 ઘાયલ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલ સ્લીપર બસને રાજસ્થાનના સીકર જિલ્લામાં ગંભીર અકસ્માત નડતા ત્રણ ના મોત થયા છે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હોવાનો ગોઝારો બનાવ સપાટી પર આવી રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ અકસ્માત મોડી રાત્રે સીકર જિલ્લામાં જયપુર-બીકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફતેહપુર નજીક સર્જાયો હતો. ગુજરાતના વલસાડથી આવેલી સ્લીપર બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં આ ઘટના બની હતી. આ બનાવમાં 3 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે લગભગ 28 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે.