સુરતમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થિનીનું કરુણ મોત

accident

copy image

accident
copy image

સુરત ખાતે આવેલ અંબિકા વિસ્તારમાં આજે ગોઝારો બનાવ બન્યો હતો જેમાં એક વિદ્યાર્થિનીનું કરુણ મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માત અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરણ 11માં અભ્યાસ કરનાર રીયા પટેલ નામની મૃતક વિદ્યાર્થિની અંબિકા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે બેફામ દોડતી ટ્રકે હતભાગીને ટક્કર મારી હતી. સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકનું ટાયર માથાના ભાગેથી ફરી વળતા ગંભીર ઇજાઓના પગલે રીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું  મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.