ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ : 35 હજારની તસ્કરી
copy image

ગાંધીધામના રેલ્વેમથકના બગીચામાં સુઈ રહેલા બે યુવાનોના ખિસ્સામાંથી રૂા. 34,499ની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.મળતી માહિતી મુજબ રેલ્વે મથક અને આસપાસના વિસ્તારમાં બનતા આવા બનાવોથી રેલ્વે પોલીસની પેટ્રોલિંગની નિષ્ફળતા છતી થાય છે. વાવ થરાદમાં રહેનાર ફરિયાદી ભુજમા ખાવડા સ્વીટ સેન્ટરમાં કામ કરે છે. તે વતન જવા ગાંધીધામ રેલ્વે મથકે આવ્યો હતો. ત્યાં ટ્રેન મોડી હોવાથી રેલ્વેના બગીચામાં જઈને સાંજે સુઈ ગયો હતો. બે કલાક બાદ જાગીને જોતા મોબાઈલ તથા પર્સ ગુમ જણાયા હતા. તસ્કરોએ તેના મોબાઈલ, રોકડા રૂા. 600, આધારકાર્ડ, એ.ટી.એ. કાર્ડ વગેરે રહેલા પર્સની ચોરી કરી હતી. તે પોતાની આ વસ્તુઓની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે બગીચામાં જ ઉંઘેલા એક બીજ વ્યક્તિની પણ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાનના મોબાઈલની તસ્કરોએ ચોરી કરી હતી. રૂા. 34,499ની ચોરીના બનાવ અંગે રેલ્વે પોલીસે ફરિયાદ નોંધી હતી.