અંજાર – સેંટ એલિઝાબેથ સ્કૂલ ફરી આવી વિવાદમાં.

અંજાર સેંટ એલીઝાબેથ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પાછી થઈ હેરાનગતી. તા. ૮/૧૨/૨૦૨૫ ના રોજ સેંટ એલિઝાબેથ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ને ટાર્ગેટ કરતા જુડી ફાધર એ નવા નિયમ સાથે જે વિદ્યાર્થીઓ એ પોતાના વાળ કે નખ કાપ્યા ન હતા તે વિદ્યાર્થઓ ના વાલીઓ ને કોઇ પણ જાતની નોટીસ આપ્યા વગર કે જાણ કર્યા વગર સ્કૂલમાં વિધયારથીઓ ને હાજર હોવા છતાં પણ ગેરહાજર કરવામાં આવ્યા હતા. વાલીઓ ને આ બાબતની જાણ થતા વાલીઓ પ્રશ્ન લઈને સ્કૂલમાં જતા ત્યાં ફાધર જવાબ આપવાના બદલે “માય સ્કૂલ માય રુલ્સ” તેવા શબ્દોથી વાલીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેથી તારીખ ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી ધ્રુવરાજસિંહ શેખાવત,નમન ગોસ્વામી ,શ્યામ આહીર,અશ્વિન પઢિયાર અને વિવેક આહીરે સહીતનાઓ દ્વારા શાળામાં આવેદન પત્ર દ્વારા માંગ રાખી કે આવી કોઈ પણ જાતની ગેર જવાબદારી શાળા દ્વારા ના થાય ને જે વિદ્યાર્થીની ગેરહાજરી માર્કિંગ કરવામાં આવી તેની પાછી હાજરી કરવામાં આવે ને આગળ થી આવું ના થાય તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું. જો વિદ્યાર્થી ઓ ને અન્યાય કરવામાં આવશે તો આવતા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી શાળાની રહેશે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું.