ઉનાના પાલડી ગામ પાસેથી કારમાંથી ૪૯૪ વિદેશી શરાબની બોટલ પકડાઈ

ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસના કર્મચારી પ્રવીણભાઈ બાલુભાઈ મોરી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે પાલડી ગામની સીમમાં એક ટાટા ઈન્ડિગો માંઝા મેટરકાર નંબર જીજે ૨૭ ૧૪૩૯ બિનવારસી પડી હતી. તે ખોલી ચેક કરતાં તેમાં જુદી જુદી બ્રાન્ડની પરપ્રાંતની ઈંગ્લિશ શરાબની બોટલ નગં ૪૯૪ અને ૭૦ નગં ટીન બિયરના મળી આવતાં મોટર કાર સહિત ૯૦,૧૦૦ ના મુદ્દામાલ સહિત ઝડપી અજાણ્યા ચાલક અને ઇસમો સામે ગુનો દાખલ કરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *