દાહોદ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર જરૂરી વોચ દરમિયાન ગત મોડી રાત્રિના અરસામાં રૂ.૨,૭૪,૮૦૦ ની કુલ કિંમતના ઇંગ્લીશ દારૂ બીયર અને ટેમ્પા સહિત રૂ.૧૦,૨૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક સહિત મધ્યપ્રદેશના બે શંકુની અટક કર્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત મુજબ ટેમ્પોમાં મધ્યપ્રદેશ તરફથી દારૂ ભરી આવાતો હોવાની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે કતવારા પોલીસને ગત રાત્રિના અરસામાં ખંગેલા ચેક પોસ્ટ આગળ જરૂરી વોચ ગોઠવી ત્યાંથી આવતા જતા નાના મોટા બધા વાહનો પર ચાંપતી નજર રાખી રહી હતી. તે દરમિયાન રાતના બાતમીમાં દર્શાવેલ ટેમ્પો નજીક આવતાં જ વોચમાં રહેલી કતવારા પોલીસે આઇસર ટેમ્પોને ચારે બાજુથી ઘેરી લઇ તેમાં બેઠેલ ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રૃક્ષી તાલુકાના રામપુરા ગામના દીલીપ બાબુ ચૌહાણ તથા મધ્યપ્રદેશના રવિન્દ્ર દીતીયા ડામોરની અટક કરી ટેમ્પોમાંથી રૂ.૨,૭૪,૮૦૦ની કુલ કિંમતની ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયર પકડી પાડી રૂ.૭,૫૦,૦૦૦ની કિંમતના આઇસર ટેમ્પો મળી રૂ.૧૦,૨૪,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સંબંધે કતવારા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.