ગાંધીધામમાં નવી બનતી ઈમારતમાં ઊંચેથી પટકાતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

sus

copy image

copy image

ગાંધીધામના રામલીલા મેદાન નજીક નવી બનતી ઈમારતમાં ઊંચેથી પટકાતાં 20 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ,  મુળ મધ્યપ્રદેશના જાંબુઆમાં રહેનાર અખલેશ નામનો હાલમાં ગાંધીધામના રામલીલા મેદાન નજીક રહેતો હતો. ગાંધીધામમાં બનતી ઈમારતમાં કામ ચાલુ હતું તે દરમ્યાન કોઈ કારણે બીજા માળેથી નીચે પટકાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.