તસ્કરીની બાઇક સાથે વાપી ગુંજનથી શખ્સ પકડાયો

વાપી જીઆઇડીસીમાં કંપની બહાર પાર્ક કરેલ બાઇકની તસ્કરી કરનારો શખ્સ ગુંજન વિસ્તારથી ગાડી સાથે એલસીબીના હાથે પકડાયો હતો. જેને જીઆઇડીસી પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. એલસીબીની ટીમ વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જીઆઇડીસી ગુંજન રાજારાણી વડાપાંવની સામે રોડ ઉપરથી શખ્સ જુગેશકુમાર મેનેજર પટેલ રહે.ચણોદ ગામ આરાધના સ્કૂલની બાજુમાં ની અટક કરી સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે 12 સીક્યુ 3271 તેમજ એક મોબાઇલ ફોન કે જે કોઇ જગ્યાથી તસ્કરી કે છળકપટથી મેળવેલ હોય જપ્ત કરાઇ હતી. શખ્સની વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, સવારના અરસામાં જીઆઇડીસી સેકન્ડ ફેસ સીમાકાંટાથી આગળ એક કાપડની કંપની બહાર પાર્કીંગમાં રાખેલ આ બાઇકમાં ડુપ્લીકેટ ચાવી લગાવી તે પલાયન થઇ ગયો હતો. શખ્સને જીઆઇડીસી પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *