બગોદરાની તારાપુર ચોકડી પરથી 13.66 લાખના વિદેશી દારૂ સાથે 3 શખ્સોની અટક

 બગોદરામાં આવેલી તારાપુર ચોકડી પરથી જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ટ્રકમાં રહેલા મેંદાના લોટની બોરીઓ નીચે સંતાડેલી 261 પેટીમાંથી 3132 નંગ બોટલ વિદેશી દારૂની પકડી પાડી ટ્રક ડ્રlયવર અને આયસર ગાડીમાં પેટ્રોંલિંગ કરી રહેલી બે શખ્સો સહીત કુલ ત્રણ શખ્સોને પકડી પાડી બગોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દઈ માલ મોકલનાર અને મંગાવનારની તપાસ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ દારૂ ઝડપવાના કામે લાગી ગઇ હતી અને તેમના ખાનગી બાતમીદારોને કામે લગાડી દીધા હતાં. એલ.સી.બી.ના કોન્સ્ટેબલ ભરતસિંહ ચૌહાણ અને વિપુલભાઈ પટેલને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર આરજે 19 જીએ 6763 માં બ્રાંન્ડેડ કંપનીનાં મેંદાનાં લોટની બોરીઓ નીચે સંતાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર તરફ જઇ રહ્યો છે અને તેની આગળ એક આયસર ગાડી નંબર પીબી 22 કે 7828 પેટ્રોંલીંગ કરી રહી છે. જે બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઇ. ડી.એન.પટેલ, પી.એસ.આઇ. એચ.આર.ડામોર, કોન્સ્ટેબલ ઘનશયામસિહ, પ્રદિપસિહ, ભરતસિહ, દિલીપસિહ, પ્રધુમનસિહ, વિપુલભાઇ, અજયભાઇ વગેરેની ટીમ બગોદરામાં આવેલી તારાપુર ચોકડી ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં ત્યારે બાતમી મુજબની ટ્રક અને આયસર નીકળતાં તેને ઉભી રખાવી ટ્રકની અંદર તલાશી કરતાં મેંદાનાં લોટની બોરીઓ નીચેથી 261 પૂંઠાનાં બોક્સ માંથી 3132 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી વિદેશી દારૂની કિંમત રૂ.13,66,800 ગણીને અને રૂ.5,31,450 ની 439 મેંદાની બોરીઓ, રૂ.10,00,000 ની ટ્રક, રૂ.5,00,000 ની આયસર, રૂ.4,650 રોકડા, રૂ.11,000 નાં ચાર મોબાઇલ મળી કુલ રૂ.34,13,900 નો મુદlમાલ કબ્જે કરીને ટ્રક ડ્રlયવર અને પાઇલોટીંગ કરી રહેલી આયસર ગાડીમાં રહેલી બે શખ્સો સહીત કુલ ત્રણ શખ્સની અટક કરીને બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ લખાવી જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને માલ કોણે મોકલ્યો હતો અને આ માલ કોણે કોણે મંગાવ્યો હતો, ક્યાં લઇ જવાનો હતો તેમજ કોણ કોણ સામેલ છે તે દિશામાં તજવીજ હાથ ધરી છે. પકડાયેલા શખ્સોમાં ગુરૂપ્રિતસીંગ હરવંશસીંગ મજલી (શીખ), નથરામ પીર્થારામ કુમ્હાર, બંને રહેવાસી પંજાબ અને મોનુ ઉર્ફ ગોગી સતબીર જાટ, રહેવાસી હરીયાણાનો સમાવેશ થાય છે.
               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *