ભચાઉ પોલીસે ટ્રાફિક અંગે ઝુબેશ ચલાવાઈ કુલ 6 વાહનો ડિટેન કરાયા

મહે. પોલીસ મહાનિક્ષક શ્રી. ડી.બી વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓની કાળા કાંચવાળી ગાડીઓ તત નંબર પ્લેટ વગરના વાહનની ડ્રાઈવ અનુસંધાને તથા પોલીસ અધિક્ષક શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી. કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેકટર બી.એસ.સુથાર સાહેબના નેતુત્વ હેઠળ ટ્રાફિક અંગે  ઝુબેશ રાખી કાયદો વ્યવસ્થા જાળવવા માટે તા. 17-06-2019 થી 18-06-2019 દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં કાળા કાંચવાળી ગાડીઓની બ્લેક પટ્ટીઓ નિયમો અનુસાર દુર કરેલ તથા નંબર પ્લેટ વગરના વાહનોના ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને કુલ 6 વાહનો એમ.વી.એક્ટ 207 તળે ડિટેન કરવામાં આવેલ તથા એન.સી.કેસ. 101 તથા દંડ રૂ.10,100 વસુલ કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ. બી.એસ.સુથાર તથા પો.સ.ઇ એ.કે.મકવાણા તથા સી.બી.રાઠોડ તથા પો.કોન્સ. ગૌતમસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ ઝાલાનાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી.     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *