માંડવીના તલવાણા નજીક બાઇક નંદી સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બાઈકચાલકનું મોત

copy image

માંડવીના તલવાણાથી પાંજરાપોળ જતાં માર્ગે બાઇક નંદી સાથે અથડાતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 14/12ના રોજ દિલીપભાઇ બુધારામ ચુંઇયા નવીનાળથી નોકરી કરી સાંજે પરત જઈ રહયા હતા તે સમયે, ત્રણ રસ્તા નજીક માંડવીથી મુંદરા જતા હાઇવે રોડ પર બાઇક નંદી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા દિલીપભાઈનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.