ગ્રામીણ યુવાઓ માટે ભુજ તાલુકા પંચાયત ખાતે મોબીલાઈઝેશન કેમ્પનું આયોજન

ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લીમીટેડ (GLPC) દ્વારા દિન દયાળ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના (DDY-GKY) યોજનાનું રાજ્યવ્યાપી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના ૧૮ થી ૩૫ વર્ષની વયના ગરીબ ગ્રામ્ય યુવકો અને યુવતીઓને તેમની રૂચી અને લાયકાત મુજબ પ્રમાણિત હોસ્ટેલની સુવિધા સાથે કૌશલ્ય તાલીમ આપી તેમને રોજગાર અથવા સ્વરોજગારી માટે અને માસિક ૧૪૦૦૦/- સુધીનો પગાર મળી રહે તે રીતે તૈયાર કરવામાં આવે છે. જે અંગે ભુજ તાલુકાના ૧૮ થી ૩૫ વર્ષની વયના અને અલ્પસંખ્યક ગ્રામીણ યુવાઓ માટે મોબીલાઈઝેશન કેમ્પનું આયોજન ભુજ તાલુકા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ સવારે ૧૧.૦૦ કલાકે કરવામાં આવેલું છે, જેમાં વધુમાં વધુ યુવકો યુવતીને જોડાવા અને યોજનાકીય લાભ લેવા તથા યોજનાની વધુ માહિતી માટે તાલુકા પંચાયત કચેરી, એન.આર.એલ.એમ શાખાનો સંપર્ક કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.