મુંદ્રાના લુણી ગામમાં યુવાનને વીજ શોક ભરખી ગયો

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ લુણી ગામમાં વીજ શોક લાગવાના કારણે યુવાને જીવ ખોયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ નખત્રાણાના કોટડાના તેમજ હાલમાં ગુંદાલા ગામમાં રહેનાર  કાસમ ઇલિયાસ લુહાર નામનો યુવાન આઇવાગાડી હાઇડ્રોલિક કરેલી હાલતમાં રિવર્સમાં લઈ રહયો હતો તે સમયે ઉપર 11 કે.વી.ની જીવંત વીજલાઇન સાથે આઇવા અડી જતાં વીજકરંટનાં કારણે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.