રૂદ્રમાતા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકચાલકનું સારવાર દરમ્યાન મોત
copy image

સાત દિવસ અગાઉ રૂદ્રમાતા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાલક લક્ષ્મણભાઇ શામજીભાઇ ચમારનું સારવાર દરમ્યાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 9/12ના રૂદ્રમાતા પાસેના આંબેડકર નગર નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલક લક્ષ્મણભાઇ ચમારને માથા અને મોઢાં પર ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સરવાર દરમ્યાન તેનું મોથ થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.