ભુજમાં 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવ ત્યાગ્યો
copy image

ભુજમાં 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત્ત થતી વિગતો મુજબ, ભુજ આશાપુરા નગરમાં રહેનાર રવિ લક્ષ્મણ માતંગ બપોરના સમયે પોયના ઘરે હતો. તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.