ગેરકાયેદસર રીતે લાઇમસ્ટોનનું વહન કરતા બે ટ્રક પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે, મોટા બાંધા ગામની સીમમાં આવેલ લાઇમસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થયેલ હોવાની બાતમી મળેલ જે બાતમી હકીકત આધારે તપાસ કરતા લીઝના બહારના ભાગે બે એસ ટ્રક મળી આવેલ જેના રજીસ્ટ્રશન નંબર (૧) GJ 13 V 3754 તથા (૨) GJ 18 U 6384 વાળામાં લાઇમસ્ટોન(બેલા) ભરેલ મળી આવેલ જેની રોયલ્ટી લીઝ ધારક પાસે હાજર ન હોય જેથી સદર લીઝની માપણી માટે ખાણ ખનીજ અને ભુસ્ત્ર શાસ્ત્રીશ્રીની કચેરીનો સંપર્ક કરી સ્થાનિક જગ્યાએ બોલાવી સદર લીઝની માપણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ અને ભુસ્ત્ર શાસ્ત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપરોક્ત નંબર વાળા બન્ને ટ્રકો સ્થાનિકે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
÷• કબ્જે કરેલ મુદ્દામાલ
- લાઇમસ્ટોન (બેલા) ભરેલ ટ્રક રજીસ્ટ્રશન નંબર GJ 13 V 3754
- લાઇમસ્ટોન(બેલા) ભરેલ ટ્રક રજીસ્ટ્રશન નંબર GJ 18 U 6384