પોલીસ મહાનિક્ષિકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.જે.રાણાની સૂચનાથી પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કોટડા ઓ.પી. વિસ્તારમાં હતા તે દરમ્યાનમા પો.કોન્સ.સુરેન્દ્રસિંહ ઝાલા તથા હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, ભુજ તાલુકા પોલીસ સ્ટેશન ના 2006 ના ચોરીના ગુનામાં નાસતો-ફરતો નારણસિંહ જામસિંહ રાઠોડ રહે. રાજસ્થાન વાળો રહ ત્રણ રસ્તા પાસવ ઉભેલ છે અને તેને સફેદ કપડાં પહેરેલ છે. જેથી મળેલ બાતમી આધારે બાતમી રેહા ત્રણ રસ્તા પાસેથી મજકૂરને પકડી પાડેલ અને ધોરણસર અટક કરી આગળની તપાસ થવા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓને સોપવામાં આવેલ છે.