રતનપુરાના જમાલ ફાર્મમાં જુગારધામનો પર્દાફાશ : 20 જેટલા ઈસમો પકડાયા

નડિયાદ ખેડા એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદપુરા તાબે આવેલ રતનપુરા સીમમાં આવેલ ઇબ્રાહીમભાઇ જમાલભાઇ શેખ રહે,અમદાવાદ ખમાસા જેઓ જમાલફાર્મ હાઉસમાં અમદાવાદથી લોકો બોલાવી પત્તા-પાનાનો પૈસાનો હાર-જીતનો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે અનુસંધાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડી જુગાર રમતા ૨૦ શખ્સોને ઝડપી પાડ્યા  હતા. ઝડપાયેલા શખ્સોની અંગઝડતી કરતા રોકડ રૂ.૬૪,૩૭૦ તથા દાવ પર રોકડ રૂ.૩૫,૨૫૦, મોબાઇલ ફોન નં-૧૪ કિંમત રૂ.૬૮,૫૦૦, વાહનો નં-૫ કિંમત રૂ.૪,૩૦,૦૦૦ તેમજ પત્તા રમવા માટેના પત્તા, ગાદલા નં-૨ કિ.૨૦૦ નો મુદામાલ પકડી પાડ્યો હતો. જ્યારે ઝડપાયેલા શખ્સો મહેમુદહુશેન રજબભાઇ શેખ, હાજીમહમંદ ઇબ્રાહીમભાઇ શેખ, ગુલામરસુલ કાલુભાઇ કુરેશી, ફકીરમહમંદ અહેમદભાઇ શેખ, ઇકબાલહુસેન ઉર્ફે મેન્ડીસ કાસમભાઇ શેખ, જુનેદ રજ્જબભાઇ બાવરચી, અબ્દુલગફાર કરીમભાઇ શેખ, મહમંદયુનુસ હમીદભાઇ દુરાની, ગુલામશાબીર ફરીદભાઇ બાવરચી, મહમંદયાશીન આબીદભાઇ કુરેશી, પીરમહમંદ ગુલાનબી શેખ, મહમંદરફીક અબ્દુલગફાર મેમણ, અયુબ હનીફભાઇ છીપા, મહમંદરસીદ મહેમુદભાઇ શેખ, શાહનવાઝ અબરારઅહેમદ શેખ, ઇબ્રાહીમ નુરમહમંદ શેખ, ઇમરાન ઉર્ફે ટોપી ઇકબાલભાઇ મેમણ, ગુલજાર ઇસાભાઇ મેમણ, યાસીનબેગ મોસનબેગ મીરજા, મહમંદસિદીક ગુલામહુસેન શેખને પકડી કાયદેસરની તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *