“પાંજી ધી પાંજી શાન” કાર્યક્રમની ૨૪ ડિસેમ્બર સુધી નોંધણી કરી શકાશે

દીકરીઓના વિકાસને વેગ મળે તે હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ
મંત્રાલય દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અમલી છે. જે અંતર્ગત કચ્છમાં જિલ્લા
કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત
કચ્છમાં વિવિધ નવતર કાર્યક્રમો જેવા કે બાલિકા પંચાયત, મિશન ખાખી, દીકરી ગામ, એક
શામ બેટીઓ કે નામ, પ્રાઈડ વોક વિથ ડોટર જેવા કાર્યક્રમો યોજાશે. દીકરીઓનું ગૌરવ વધે
અને વાલીઓ ગૌરવંતા બને તેવા હેતુથી “પાંજી ધી પાંજી શાન” કાર્યક્રમનું આયોજન કરવામાં
આવે છે. જેમાં જેમને સંતાનમાં માત્ર એક દીકરી હોય અથવા જેમણે દીકરીને દતક લીધેલી
હોય તેમજ સંતાન તરીકે માત્ર દીકરી/દીકરીઓ હોય તેવા માતા-પિતા અથવા જે દીકરીનો
ઉછેર કરતા હોય તેવા પાલક હોય તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં
વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કરશે.
આ કાર્યક્રમ માર્યાદિત સંખ્યામાં કરવાનો હોવાથી કચ્છમાં વસવાટ કરતાં પ્રથમ ૩૦
પરિવારને ભાગ લેવાની તક મળશે. જેથી વહેલા તે પહેલાના ધોરણે
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc35bckZtyfaYcxUGHO1UY_KtJzyZBOtgI
vsKxZs1iA8vAiAg/viewform?usp=dialog પર રજિસ્ટ્રેશન કરીને નામની નોંધણી કરાવવાની
રહેશે. રજિસ્ટ્રેશન તારીખ ૨૪/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી કરાવી શકાશે.
રજિસ્ટ્રેશનની લીંક માટે મોબાઈલ નંબર ૯૫૧૦૩૦૬૧૯૭ ઉપર WhatsApp પર “પાંજી ધી
પાંજી શાન” નામ લખીને મેસેજ કરવાનો રહેશે તેમજ કાર્યક્રમ અંગેની માહિતી માટે કચેરીના
મોબાઈલ નંબર ૯૫૧૦૩૦૬૧૯૭ પર સંપર્ક કરવાનો રહેશે તથા કાર્યક્રમનું સંભવિત સ્થળ ભુજ
રહેશે તેવું જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં
આવ્યું છે.