ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભૂજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
ગઇ તારીખ ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર- ૦૫૭૬/૨૫ બી.એન.એસ. ની કલમ ૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ.
જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ નાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીનાઓ સદર ગુનો શોધી કાઢવા તપાસમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અલ્પેશ વિનોદભાઇ વાધેલા (દેવીપુજક) રહે. બાપાદયાળુ નગર રેલ્વે સ્ટેશન પાસે, ભુજવાળો હાલે રેલ્વે સ્ટેશન થી માધાપર તરફ પોતાના કબ્જા ભોગવટાનો લોડીંગ જીતો જેના રજી નંબર જીજે ૦૬ એ.ઝેડ. ૧૯૩૬માં કોથળામાં વાસણો ભરીને જઈ રહ્યો છે તે વાસણો તેને ચોરી કે છળ કપટથી મેળવેલ છે. જે હકીકત આધારે તપાસ મજકુર ઇસમ મળી આવેલ અને તેના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગાતા કોઇ પોતાની પાસે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસેથી સોનાની વિટી નંગ – ૦૨ તથા સોનામાં મંઢેલ નાનો રુદ્રાક્ષ નંગ -૦૧ તથા ચાંદીની બાળકની લક્કી નંગ – ૦૧ તથા ચાંદીના નાના બાળકોના નજરીયા નંગ – ૦૨ (જોડ ૦૧) મળી આવેલ જે બાબતે મજકુર ઇસમને પુછતા જણાવેલ કે આ સોના ચાંદીના દાગીના તથા વાસણો કોટાય ગામ અંદર એક બંધ મકાનમાંથી તથા ભુજ આજુ બાજુના ગામો તથા માંડવી તથા મુન્દ્રા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં જઈ ગામમાં ફેરી કોઇ ન હોય તેવા એકાંત વાળા બંધ ઘરોને જોઇ કોઇ હાજર ન હોય ત્યારે ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મળી આવેલ તમામ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ -૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મીલકત તરીકે કબ્જે કરેલ છે તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઈ મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
→ પકડાયેલ આરોપી
- અલ્પેશ વિનોદભાઇ વાઘેલા (દેવીપુજક) ઉ.વ. ૨૪ રહે ટાવર પાસે બાપાદયાળુ નગર ભુજ
કબ્જે કરેલ મદામાલ
- સોના ચાદીના દાગીના આશરે કિં.રૂ. ૩૨૦૦૦/-
- ઘર વપરાસના નાના મોટા વાસણોની અંદાજીત કિં.રૂ. ૩૦,000/-
- લોડીંગ જીતો જેના રજી નંબર જીજે ૦૬ એ.ઝેડ. ૧૯૩૬ કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-
- વણશોધાયેલ શોધી કાઢેલ ગુનો
- માધાપર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૭૬/૨૫ બી.એન.એસ. ની કલમ ૩૦૫,૩૩૧(૩),
૩૩૧(૪) મુજબ