યુવાનોને ખેલ તરફ પ્રેરિત કરતો ઉત્સવ એટલે સાસંદ ખેલ મહોત્સવ
દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા
વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ
લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ
મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ
અને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી તા. ૨૧/૧૨/૨૦૨૫,
રવિવારે પોલીસ ગ્રાઉન્ડ, સરપટ નાકા પાસે, ભુજ – કચ્છ ખાતે કચ્છ પોલીસ માઉન્ટેન અશ્વદળના સહયોગ
સાથે સૌ પ્રથમ વખત “Horse Show” નો આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે કચ્છ પોલીસ માઉન્ટેન
અશ્વદળના જવાનો દ્વારા “Horse Show” હેઠળ કૌશલ્ય બતાવવામાં આવશે. તો આ પ્રસંગે “Horse
Show” નિહાળવા સર્વેને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.