દિવ્યાંગજનો માટે સંત સૂરદાસ પેન્શન યોજના અને મનોદિવ્યાંગ પેન્શન યોજનાની દિવ્યાંગતાની ટકાવારીમાં ઘટાડો

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દિવ્યાંગોનાં કલ્યાણ અર્થે નવી બાબતમાં
દિવ્યાંગજનો માટે મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સંત સૂરદાસ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં
વર્તમાન સમયમાં ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને સંત સૂરદાસ
પેન્શન યોજના ૬૦% અને મનોદિવ્યાંગ પેન્શન યોજના હેઠળ પ૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા
લાભાર્થીઓને દર માસે ૧૦૦૦ માસિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં જે લાભાર્થીઓ
ઉપરોક્ત દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા બાકી રહી ગયેલ નાગરિકો
esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી સહાય મેળવી શકશે તેવું
સમાજ સુરક્ષા અધિકારી કચ્છ-ભુજ આખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.