ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

આ કામેના ફરીયાદીએ આ કામના આરોપી તથા સહ આરોપીઓએ એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી તથા એક ટ્રક નંબર જીજે ૧૨ બી વાય ૦૦૪૦ વાળી કે.ઇ.સી. કંપની અદાણી આર.ઇ. પાર્ક અંદર કોઇપણ પુર્વ મંજુરી વગર કંપની અંદર ગે.કા. પ્રવેશ કરીને અંદર પડેલ સ્ક્રેપ (લાકડા) ઉપરોકત ટ્રક નંબરવાળીમાં લોડ કરતા હોઇ જે અંગે આ કામેના ફરીયાદી તથા સાહેદો આરોપીઓ પાસેથી સ્ક્રેપ ભરવા અંગે એન.એન.સી. સ્ટીલ કંપનીના મંજુરી લેટરની માંગણી કરતા આરોપી ઇશાક સમાએ ફરીયાદી તથા સાહેદોને ગાળા-ગાળી કરીને કહેલ કે, જો માલ ઉપાડવા નહી દો તો આ મારા માણસો તમારા ટાંટીયા ભાગી નાખશે તેવી ધમકી આપેલ અને તે માણસોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ બતાવીને ઉપરોકત ટ્રકમાં બળજબરીથી સ્ક્રેપ લોડ કરી રવાના થયેલ અને ભુંડી ગાળો આપીને ગેટમાંથી બળજબરી પુર્વક ઉપરોક્ત ટ્રકમાં સ્ક્રેપ લઈ જઈને કોઇપણ જાતના નાંણાની ચુકવણી નહી કરી ગુનો કરેલ જે બાબતે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૪૧૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૫),૩૩૨, ૨૯૬(બી), ૫૪ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શિણોલ નાઓનાને સોંપવામાં આવેલ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ઉપરોક્ત ગુનાના નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૪૧૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ર૦૨૩ ની કલમ ૩૦૮(૫),૩૩૨,૨૯૬(બી), ૫૪ મુજબના ગુના કામેનો આરોપી ઇશાક નુરમામદ સમા ઉ.વ.૩૨ રહે. મોટા ગામ(ખાવડા) તા.ભુજવાળો હાલે પોતાના ઘરે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી ગુનાની તપાસ કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે.
- પકડાયેલ આરોપી
- ઇશાક નુરમામદ સમા ઉ.વ.૩૨ રહે. મોટા ગામ(ખાવડા) તા.ભુજ
આરોપી ઇશાક નરમામદ સમાનો ગુનાહિત ઇતિહાસ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ. ૦૩૩૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ. ૦૦૪૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ. ૩૨૩,૩૦૭,૧૪૬, ૧૪૭,૧૪૮, ૫૦૪,૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ બી. ૦૧૩૩/૨૦૧૪ આઇ. પી.સી. કલમ. ૩૨૩,૫૦૬(૨),૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ. ૦૦૫૮/૨૦૧૧ આઇ.પી.સી. કલમ. ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯,૪૨૭ તથા બી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ઉત્તરપ્રદેશ રાજ્યમાં પણ ઠગાઇ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ છે.