ગાંધીધામમાં 25 વર્ષીય પરીણીતાનો આપઘાત
copy image

ગાંધીધામમાં 25 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અહીના સેક્ટર-7 વિસ્તારમાં રહેનાત હતભાગી એવા દેવીબેન દેવા રબારી નામની યુવાન પરિણીતાએ ગત તા. 18/12ના વહેલી પરોઢે આપઘાત કરી લીધો હતો. હતભાગી ઘરે હતી, તેના પતિ રાત્રે સૂઇ ગયેલ અને સવારે ઉઠીને જોતાં યુવાન પરિણીતા લટકતી હાલતમાં મળી આવેલ હતી. એક વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ મહિલાએ કાયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.